Vikran Engineering LTD IPO ભરાય કે નહીં? સંપૂર્ણ માહિતી
Vikran Engineering LTD IPO ભરાય કે નહીં? સંપૂર્ણ માહિતી :
હાલમાં ચાલુ થયેલ શેર માર્કેટનો નવો મેઈન બોર્ડ નો આઈપીઓ Vikran Engineering LTD 26 ઓગસ્ટ ના રોજ ચાલુ થઈ ગયો છે. 26 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધી આ આઈપીઓ ચાલુ રહેવનો છે. તેથી આ સમય ગાળા દરમિયાન તમે અરજી કરી શકશો. શું આ આઈપીઓ મા અરજી કરાય કે નહીં ? તો ચાલો જાણીએ.
Vikran Engineering LTD ની શરૂઆત 2008 મા થઈ હતી. આ કંપની એ EPC કંપની છે જે પાણી, રેલવે, સોલાર, અલ્ટ્રા પાવર ટ્રાન્સમિશન & ડિસ્ટરીબુશન વગેરે જેવી સેવાઓ આપી રહી છે. 17 વર્ષ થી કાર્યરત આ કંપની એ પોતાનો આઈપીઓ લઈને આવી ગઈ છે.
Vikran Engineering IPO ની માહિતી :-
Vikran Engineering LTD એ રૂપિયા ₹772 કરોડ નો આઈપીઓ ( IPO ) બહાર પાડેલ છે. જેમા ₹772 કરોડ રૂપિયામા ₹721 કરોડ રૂપિયા ફ્રેશ ઈસ્યુ અને ₹51 કરોડ ઓફર ફોર સેલ છે. કંપની એ પ્રતિ શેરની કિંમત 92-97 રાખેલ છે તેમજ એક ઈસ્યુ મા એટલે કે એક લોટમાં ટોટલ 148 નંગ ફાળવેલ છે.
Vikran Engineering LTD એ કંપની ની ઈન્કમ પાછળના વર્ષોને ધ્યાન મા લેતાં માર્ચ-2025 મા ₹922.4 કરોડ રૂપિયા, માર્ચ-2024 મા ₹791.4 કરોડ અને માર્ચ-2023 મા ₹529.2 કરોડ ની આવક ધરાવતુ હતુ.
આઈપીઓ નો સમયગાળો :-
Vikran Engineering LTD આઈપીઓ ની અરજી કરવાનો સમયગાળો ત્રણ દિવસ આપવામાં આવ્યો છે જે 26 ઓગસ્ટને સોમવાર થી 29 ઓગસ્ટ શુક્રવાર 2025 સુધીનો રાખવામાં આવ્યો છે. જેમા 27 ઓગસ્ટ ના રોજ ગણેશ ચતુર્થી હોવાથી શેરમાર્કેટ મા રજા છે તેથી આમા કુલ ચાર દિવસ આઈપીઓ ચાલુ રહેશે. ત્યારબાદ આઈપીઓ ની અરજી કરવાનો સમયગાળો 29 ઓગસ્ટ 2025 ના રોજ બપોરના 4:30 પૂર્ણ થશે. અરજી કરવાના સમય પુર્ણ થયા બાદ આગળ ના બે દિવસ શનિવાર અને રવિવાર શેરમાર્કેટ મા રજા હોવાની આઈપીઓ એલોટમેન્ટ નુ 1મી સપ્ટેમ્બર 2025 ને સોમવાર ના રોજ આવશે. તેમજ આઈપીઓ નુ લિસ્ટીંગ 3 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે.
ઉપરના બધા મુદાઓ ધ્યાનમાં રાખતા Vikran Engineering LTD એ કંપની પ્રોફીટ કરતી કંપની છે. અને ઉપર મુજબ આ આઈપીઓ શેરમાર્કેટ મા દાખલ થશે. આવા જ અવનાવા ન્યુઝ જાણવા તેમજ શેરમાર્કેટ ને લગતા ન્યુઝ જાણવા અમારી ન્યુઝ પેજ નિલયો ન્યુઝ સાથ�
editor's pick
latest video
news via inbox
Nulla turp dis cursus. Integer liberos euismod pretium faucibua


